VIDEO: અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરાં, યુવકને દોડાવી-દોડાવીને માર્યો
સોર્સ : gstv
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક પરણીતા સાથે વાત કરવા મુદ્દે ચાર શખ્સોએ એક યુવકને દોડાવી-દોડાવીને ઢોર માર માર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જમાલપુરના યાસર નામના યુવક પર કારખાના બહાર જ લાકડાના દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ૧૫ દિવસ પહેલાં સમાધાન થયું હોવા છતાં, મહિલાના પતિ અને ૩ અજાણ્યા શખ્સોએ અદાવત રાખી આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. દાણીલીમડા પોલીસે મોઈન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

