VIDEO: કિંજલ રબારીનો નવો વીડિયો, પતિ સાથે સુરક્ષિત હોવાનો દાવો
સોર્સ : gstv
કિંજલ રબારીનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે અશોકકુમાર ચૌધરી સાથે 2 મે 2024ના રોજ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે. વીડિયોમાં કિંજલ રબારીએ દાવો કર્યો છે કે પિયર પક્ષના લોકો મારપીટ કરી તેમને બળજબરીથી ઘરે લઈ ગયા હતા. પિયરમાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવી તેઓ સ્વેચ્છાએ પતિ સાથે પરત આવ્યા હોવાનું તેમણે કહ્યું છે. સાથે જ તેમણે પતિ કે પરિવાર વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ કે કેસ ન કરવાની અપીલ પણ કરી છે.

