Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Khakhi Sharmai in Sanand: Taking the law into hand, the police tied the accused to a tree, the photo went viral

VIDEO: સાણંદમાં ખાખી શરમાઈ: કાયદો હાથમાં લઈને પોલીસે આરોપીઓને ઝાડ સાથે બાંધ્યા, ફોટો વાયરલ થતાં ચકચાર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાણંદમાં ખાખી વર્દીનો રોફ અને કાયદો હાથમાં લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાણંદ પોલીસ મથકમાં છેડતીના બે શખસોની અટકાયત કર્યા બાદ, પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાને બદલે તેને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ એક ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. પોલીસની આ કથિત 'તાલિબાની સજા'નો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે.

App Store

યુવતીની છેડતી અને પીછો કરવા મામલે થઈ હતી અટકાયત

મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદના મૂળમાં એક યુવતીની છેડતીનો કિસ્સો છે. થોડા દિવસો અગાઉ સાણંદની એક યુવતી તેના મંગેતર સાથે પાણીપુરી ખાવા ગઈ હતી, ત્યારે આ બંને શખસોએ તેનો હાથ પકડીને જાહેરમાં ગેરવર્તન કર્યું હતું. આ અસામાજિક તત્વો અગાઉ પણ પીડિતાનો પીછો કરીને તેને સતત દબાણ કરી હેરાન કરતા હતા. આખરે કંટાળીને યુવતીએ હિંમત દાખવી સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

પીઆઈની હાજરીમાં માર મરાયો, ફોટો પાડનારનો મોબાઈલ છીનવ્યો!

જ્યારે પોલીસ સ્ટેશનના પ્રીમાઈસીસમાં આરોપીઓને ઝાડ સાથે બાંધીને ફટકારવામાં આવી રહ્યા હતા, ત્યારે સાણંદ પોલીસ મથકના પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) જાતે જ સાદા કપડામાં ત્યાં હાજર હતા. પોલીસની આ બર્બરતા જોઈને ત્યાં હાજર લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો મોબાઈલ પણ બળજબરીપૂર્વક છીનવી લીધો હોવાની માહિતી મળી છે. જો કે, તેમ છતાં આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો.

સવાલો ઉઠતા જ PI અને DySP એ જવાબ આપવાનું ટાળ્યું

પોલીસ સ્ટેશનની અંદર જ માનવાધિકારના ધજાગરા ઉડાવતી આ ઘટના અંગે જ્યારે મીડિયા અને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા, ત્યારે જવાબદાર અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું છે. આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા મેળવવા માટે સાણંદના પીઆઇ બી.ટી. ગોહિલ અને અન્ય ઉચ્ચ અધિકારી નીલમ ગોસ્વામીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જવાબદાર અધિકારીઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું કે ફોન પર વાત કરવાનું ટાળ્યું હતું.