VIDEO: અમદાવાદમાં જૂનિયર એનબીએ 3v3 ટૂર્નામેન્ટનો પ્રારંભ
સોર્સ : gstv
અમદાવાદના પાલડી સ્થિત રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ‘એસીજી જૂનિયર એનબીએ 3v3’ નેશનલ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ‘વેર સ્ટાર્સ આર બોર્ન’ થીમ હેઠળ યોજાતી આ સ્પર્ધામાં અંડર-16 વયજૂથના બોયઝ અને ગર્લ્સ ખેલાડીઓને સમાન તક આપવામાં આવી રહી છે. અમદાવાદ બાદ ટૂર્નામેન્ટ દેશના 10 પ્રમુખ શહેરોમાં યોજાશે. સ્થાનિક કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ટીમો ડિસેમ્બરમાં યોજાનારી નેશનલ ફાઇનલ્સ માટે ક્વોલિફાય થશે. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ખેલાડીઓમાં બાસ્કેટબોલના કૌશલ્યો અને રમત ભાવનાનો વિકાસ કરી તેમને પ્રોફેશનલ મંચ પૂરો પાડવાનો છે.

