VIDEO: શાહપુર કોર્પોરેટર તાળાબંધી મામલે જશુ ઠાકોરનું નિવેદન, બાકી કામો માટે યોજાશે રાઉન્ડ
સોર્સ : gstv
શાહપુર વિસ્તારના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી તાળાબંધીના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ પક્ષના નેતા જશુ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેટર દ્વારા જે ૩૨ વિકાસના કામો સૂચવવામાં આવ્યા હતા, તેમાંથી ૨૮ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને બાકીના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જોકે કાઉન્સિલરના જણાવ્યા મુજબ હજુ પણ કેટલાક પ્રોજેક્ટના કામ બાકી હોવાથી પરિસ્થિતિની સમીક્ષા કરવા અને કયા કામ બાકી છે તેમજ શું સમસ્યા નડી રહી છે તે જાણવા માટે આવતીકાલે સ્થળ પર જઈને વિશેષ રાઉન્ડ રાખવામાં આવ્યો છે.

