VIDEO: Ahmedabadમાં આંતરરાજ્ય વન્યજીવ તસ્કરીનું રેકેટ ઝડપાયું; દુર્લભ 'ઇન્ડિયન પેન્ગોલીન' સાથે 3 તસ્કરોની ધરપકડ
સોર્સ : GSTV
અમદાવાદમાં વન્યજીવ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઈમના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલે સેવાલીયા ચેકપોસ્ટ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી શેડ્યુલ-1માં આવતા દુર્લભ 'ઇન્ડિયન પેન્ગોલીન' સાથે ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, નરોડાના એક શખ્સે મહારાષ્ટ્રથી આ પેન્ગોલીન મંગાવ્યું હતું. તસ્કરોએ છેતરપિંડી આચરી બનાવટી લાયસન્સ પર કાર ભાડે લીધી હતી અને પોલીસ જેવો વેશ ધારણ કરી બાઈક પર પાયલોટિંગ કરીને ગુજરાતમાં પ્રવેશ્યા હતા. આ મામલે કુલ 9 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 6 ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

