Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Anti-social elements have become rampant in Narol; CCTV footage of hooliganism in the presence of police goes viral

VIDEO: Ahmedabad/ નારોલમાં અસામાજિક તત્વો બન્યા બેફામ; પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી કરતા CCTV વાયરલ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નારોલ બાગ-એ-સિફા અને કર્ણાવતી ચોકી પાસે કેટલાક શખ્સોએ જાહેરમાં ગુંડાગીરી કરી ભયનો માહોલ સર્જ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરી હોવા છતાં આ તત્વોએ બિન્દાસ્તપણે ડંડા ઉગામ્યા હતા. ઘટના સમયે PCR વાનના પોલીસકર્મીઓએ વચ્ચે પડીને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રહેવાસીઓ હવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને આ ગુંડાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.  

App Store