VIDEO: અમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન
સોર્સ : gstv
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવશે. પાલડી ખાતે મેયરની ઉપસ્થિતિમાં બુક ફેરના કર્ટન રેઈઝર કાર્યક્રમનું આયોજન થયું હતું. બુક ફેરમાં 300થી વધુ સ્ટોલ પર 10 લાખથી વધુ પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓ, પુસ્તકપ્રેમીઓ અને સિનિયર સિટીઝન્સ માટે વિવિધ શૈક્ષણિક અને રસપ્રદ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ડિજિટલ યુગમાં વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પરિવાર સાથે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ પુસ્તક વાંચવાની અપીલ મેયરે કરી છે.

