VIDEO: ગુજરાતના શિક્ષણમાં યુજીસી દ્વારા અન્યાય: કોંગ્રેસ
સોર્સ : gstv
અમદાવાદમાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને યુજીસી પર ગુજરાતના ઉચ્ચ શિક્ષણ સાથે અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે..કોંગ્રેસે દાવો કર્યો કે નીતિ આયોગના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છેકોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આક્ષેપ લગાવ્યો છે કે, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ નથી. સાથે જ ખાનગી યુનિવર્સિટીઓને લાભ પહોંચાડવા માટે સરકારી યુનિવર્સિટીઓને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે..

