Ahmedabad: ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો યથાવત, સવારે 10 વાગ્યા સુધીમાં 12 ફ્લાઈટ્સ રદ

સોર્સ : GSTV
ઈન્ડિગો (IndiGo) એરલાઇનની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 12 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રદ કરાયેલી તમામ 12 ફ્લાઇટ્સ અમદાવાદથી અન્ય શહેરો માટે ઉપડનારી હતી, જ્યારે અમદાવાદ આવનારી એક પણ ફ્લાઇટ રદ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 40 ફ્લાઇટ્સનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. જોકે, ઈન્ડિગોની આ વારંવાર રદ થતી ફ્લાઇટ્સને કારણે મુસાફરોને પોતાના પ્રવાસનું આયોજન કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

