Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: MEMU train to start between Khedbrahma-Ahmedabad from today, know the stoppages and details of the train

Indian Railways: ખેડબ્રહ્મા-અમદાવાદ વચ્ચે આજથી મેમુ ટ્રેનનો પ્રારંભ, જાણો ટ્રેનના સ્ટોપેજ અને વિગત 

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways: ખેડબ્રહ્મા-અમદાવાદ વચ્ચે આજથી મેમુ ટ્રેનનો પ્રારંભ, જાણો ટ્રેનના સ્ટોપેજ અને વિગત 
સોર્સ : GSTV

Indian Railways: ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે વધુ એક મહત્ત્વનું સીમાચિહ્ન ઉમેરાવા જઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચેના ક્ષેત્રીય સંપર્કને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા અસારવા (અમદાવાદ) અને ખેડબ્રહ્મા વચ્ચે નવી મેમુ (MEMU) ટ્રેન સેવા સેવાનો શુભારંભ થયો છે. ગઈકાલે  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી રોજ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે પહેલી એપ્રિલથી નવી ટ્રેનનો પ્રારંભ સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓને મોટી રાહત મળી છે. 

App Store

ઉદ્ઘાટન અને શરૂઆતનું સંચાલન
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી આ સેવાનો પ્રારંભ થશે. ટ્રેન નંબર 09439 ખેડબ્રહ્મા-અસારવા મેમૂ સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન 31 માર્ચે બપોરે 16:00 કલાકે ખેડબ્રહ્માથી ઉપડી સાંજે 19:45 કલાકે અસારવા પહોંચશે.

નિયમિત સમયપત્રક અને રૂટ
1લી એપ્રિલ 2026થી આ ટ્રેન નિયમિત ધોરણે બંને દિશામાં કાર્યરત થશે.

અસારવાથી ખેડબ્રહ્મા (ટ્રેન નં. 69251): દરરોજ સાંજે 18:25 કલાકે અસારવાથી ઉપડશે અને રાત્રે 21:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.

ખેડબ્રહ્માથી અસારવા (ટ્રેન નં. 69252): દરરોજ સવારે 06:45 કલાકે ખેડબ્રહ્માથી ઉપડશે અને સવારે 09:30 કલાકે અસારવા પહોંચશે.

મુખ્ય સ્ટોપેજ અને સુવિધા
આ ટ્રેન મુસાફરોની સગવડતા માટે સરદારગ્રામ, નરોડા, ડભોડા, નાંદોલ દહેગામ, રખિયાલ, તલોદ, પ્રાંતિજ, સોનાસણ, હિંમતનગર અને ઈડર જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર રોકાણ કરશે. આ ટ્રેન કુલ 08 કોચની અત્યાધુનિક મેમુ રેક સાથે ચલાવવામાં આવશે, જે સ્થાનિક મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોને અમદાવાદ સાથે સીધું જોડાણ મળવાથી વેપાર અને ટેક્નોલૉજીના આદાન-પ્રદાનમાં વેગ આવશે.