Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In the Kalupur mint market of Ahmedabad, there was a heavy purchase of rakhis due to Rakshabandhan

VIDEO: અમદાવાદના કાલુપુર ટંકશાળ બજારમાં રક્ષાબંધનને લઇ રાખડીઓની ભારે ખરીદી જામી

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ગુજરાતના સૌથી મોટા હોલસેલ માર્કેટ ગણાતા ટંકશાળ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ સીઝનમાં માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં રાખડીની ખરીદી માટે આવે છે. બહેનો અત્યારથી જ પોતાના ભાઈ માટે ઉત્સાહભેર નવીનતમ ડિઝાઇનની રાખડીઓ પસંદ કરી રહી છે. આ વર્ષે ખાસ કરીને દોરાના વણાટવાળી રાખડીનો વિશેષ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ સિવાય પરંપરાગત ગોટા, રેશમી દોરા, મોતી, ઝરદોશી વર્ક, ચાંદી, ઇકો-ફ્રેન્ડલી અને બાળકો માટે લાઈટિંગ કે કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓની ભારે માંગ છે. વેપારીઓના મતે આ વખતે ફેન્સી અને ટ્રેન્ડી ડિઝાઈન ગ્રાહકોમાં પહેલી પસંદ બની રહી છે.

App Store