VIDEO: રક્ષાબંધનના દિવસે જ સાસરિયાઓએ જમાઈની કરી હત્યા
સોર્સ : gstv
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની સાંજે જ હત્યાની ઘટના બની. રિસામણે ગયેલી પત્ની અને 5 વર્ષની દીકરીને તેડવા ગયેલા પતિ રણજીત અહેરવાલ નામના યુવકની સાસરિયાઓએ હત્યા કરી નાખી છે. જૂની સગાઈની તકરારને લઈને સાસરીમાં બોલાચાલી થયા બાદ યુવક ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે મેટ્રો પિલર પાસે સાળા સહિત 4 લોકોએ તેને રોકીને ચાકુના ઘા ઝીંકી દીધા હતા. યુવકને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઈઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટના અંગે અમરાઈવાડી પોલીસે રજત, રચિત, કરણ અને ચંદન નામના 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

