Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, at the beginning of monsoon, claims of smart city are empty, more than 12 thousand complaints

VIDEO: અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટીના દાવા પોકળ, ૧૨ હજારથી વધુ ફરિયાદો

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

  અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી અને સ્માર્ટ સિટીના કરોડોના ખર્ચે કરાયેલા દાવાઓની પોલ ખુલી ગઈ છે. તંત્ર દ્વારા હાઈ રિસ્ક ઝોનમાં એક્શન પ્લાનની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી જ જોવા મળી રહી છે. માત્ર જૂન મહિનામાં જ શહેરના ખાડિયા, જમાલપુર, શાહપુર અને અસારવા સહિતના કુલ ૧૭ વોર્ડમાંથી પાણી અને ડ્રેનેજની ૧૨ હજારથી વધુ ગંભીર ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદના કોટ વિસ્તારથી લઈને પૂર્વ પટ્ટાના વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. AMCના ચોપડે જ પાણીના ૩૭ સેમ્પલ ફેલ થયા છે, જે દર્શાવે છે કે લોકોના ઘર સુધી પહોંચતું પાણી પીવાલાયક નથી. 

App Store