VIDEO: ગેમ્બલિંગ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સોર્સ : gstv
અમદાવાદના શાલિગ્રામ-2માં નોંધાયેલા ગેમ્બલિંગ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પાંચ અરજદારો સામેની FIR રદ કરી છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગેમ્બલિંગ એક્ટની કલમ 4 અને 5 હેઠળ FIR નોંધાઈ હતી. પોલીસે રેઇડ દરમિયાન રમતા પત્તા, વિવિધ રંગના સિક્કા અને રોકડ મળી હોવાનો દાવો કર્યો હતો. જોકે હાઇકોર્ટે કહ્યું કે માત્ર પત્તા રમવાથી કોઈ ઘર “કોમન ગેમિંગ હાઉસ” બની જતું નથી અને નફા કે લાભ માટે ઘરનો ઉપયોગ થતો હોવાનો પુરાવો નથી. સાથે જ માત્ર 23 મિનિટમાં સર્ચ વોરંટ મેળવી રેઇડ કરાતા તપાસ પ્રક્રિયા પ્રાથમિક હોવાનું નોંધતાં કોર્ટે FIR રદ કરી છે.

