Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Telegram could be ban in India after the investigation

એકસ્ટોર્શન અને ગેમ્બલિંગ માટે ભારતમાં બેન થઈ શકે છે ટેલિગ્રામ, એપ્લિકેશનના ફાઉન્ડરની પેરિસમાં કરવામાં આવી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2024
લાઇવ ટીવીGoogle News
એકસ્ટોર્શન અને ગેમ્બલિંગ માટે ભારતમાં બેન થઈ શકે છે ટેલિગ્રામ, એપ્લિકેશનના ફાઉન્ડરની પેરિસમાં કરવામાં આવી ધરપકડ

ટેલિગ્રામ એપ્લિકેશનને ભારતમાં બેન કરવામાં આવી શકે છે. એકસ્ટોર્શન અને ગેમ્બલિંગ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સરકારનું માનવું છે. આ એપ્લિકેશનના ફાઉન્ડર પાવેલ દુરોવને ફ્રાન્સના પેરિસમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. પાવેલ દુરોવ મૂળ રશિયાનો છે, પરંતુ તેણે તેની જન્મભૂમિને 2014માં છોડી દીધી હતી. તેણે દુબઈમાં ટેલિગ્રામની શરૂઆત કરી હતી અને ત્યાં જ કંપનીનું હેડક્વાટર પણ આવેલું છે.

App Store

કેમ કરવામાં આવ્યો અરેસ્ટ?

ટેલિગ્રામ એક મેસેજિંગ એપ્લિકેશન છે, પરંતુ તેનો ઉપયોગ ઘણી એક્ટિવિટી માટે કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટેલિગ્રામ એક ફ્રી એપ્લિકેશન છે અને તેને એ ઉદ્દેશથી બનાવવામાં આવી હતી કે યુઝર તેનો ઉપોયગ સરળતાથી કરી શકે અને તેમના પર કોઈ બંધન ન હોય. આ બંધન ન રાખવા માટે એપ્લિકેશનના કન્ટેન્ટનું મોડરેશન કરવામાં નહોતું આવતું. આથી ટેલિગ્રામ પર ઘણી ગેરકાયદેસર એક્ટિવિટીઓ થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એપ્લિકેશન પર કોઈ બંધન ન હોવાથી પાવેલ દુરોવને અરેસ્ટ કરવામાં આવ્યો છે.

ભારતમાં કરવામાં આવશે ઈવેસ્ટિગેટ

છેલ્લા ત્રણ દિવસથી પાવલે દુરોવ દુનિયાભરમાં ચર્ચામાં છે. આ ચર્ચાને લઈને ભારતીય સરકાર પણ હવે ઈવેસ્ટિગેશન કરવાનું શરૂ કરી રહી છે. સરકારનો સૌથી મુખ્ય હેતું એક્સટોર્શન અને ગેમ્બલિંગનો છે. આ પ્રકારની કોઈ પણ પ્રવૃતિ એપ્લિકેશન પર થતી હોય તો એના પર એકદમ કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકારના કાર્ય ખૂબ જ મોટા પ્રમાણમાં થતા હોય તો સરકાર તેને સીધુ બેન કરવાનું જ વિચારી રહી છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ આ ઈનવેસ્ટિગેશન કરવાનું નક્કી કર્યું છે. ટેલિગ્રામ પર ભારતના પચાસ લાખથી વધુ રજિસ્ટર યુઝર્સ છે.

પહેલી વાર ચર્ચામાં નથી આવ્યું

છેલ્લા થોડા સમયથી ટેલિગ્રામ પર ઘણી ક્રિમિનલ એક્ટિવિટી થતી હોવાનું સામે આવી રહ્યું છે. એમાં સ્કેમનો પણ સમાવેશ થાય છે અને કરોડો રૂપિયાનું સ્કેમ પણ થઈ ચૂક્યું છે. હાલમાં જ UGC-NEET કન્ટ્રોવર્સીમાં પણ ટેલિગ્રામ ચર્ચામાં આવ્યું હતું. આ એપ્લિકેશન પર જ પેપરને લીક કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં IT મિનિસ્ટ્રીએ ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલને કાઢવા માટે સૂચના આપી હતી. મે મહિનામાં સરકાર દ્વારા ઘણી ઇનક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનને બ્લોક કરવામાં આવી હતી. તેમ જ શાળાઓમાં બોમ્બના ખોટા ઇમેલ જે પ્લેટફોર્મ પરથી આવતા હતા એને પણ બ્લોક કરી દીધું હતું.

ભારતને શું તકલીફ પડી રહી છે?

ટેલિગ્રામે કોઈ પણ રીતે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રુલ્સને નથી તોડ્યો. આથી આ એપ્લિકેશનને સીધી બેન કરવી મુશ્કેલ છે. ટેલિગ્રામ દરેક રીતે IT રુલ્સને ફોલો કરતું આવ્યું છે. જોકે IT રુલ્સ મુજબ દરેક સોશિયલ મીડિયા એપ્લિકેશન અથવા તો પ્લેટફોર્મ દ્વારા નોડલ ઓફિસરની નિમણુક કરવી ફરજિયાત છે. તેમ જ તેમણે દર મહિને રિપોર્ટ રજૂ કરવાના હોય છે. જોકે ટેલિગ્રામની ભારતમાં કોઈ ઓફિસ નથી. આથી સરકારને ટેલિગ્રામ સાથે ડિલ કરવામાં તકલીફ પડી રહી છે. કોઈ પણ પ્લેટફોર્મની ભારતમાં લોકલ ઓફિસ ન હોય તેની સાથે સંપર્ક કરવામાં સરકારને તકલીફ પડે છે.

બે દિવસમાં 22640 કરોડ થયા ગાયબ

ધ ઓપન નેટવર્કની બ્લોકચેઇને ટેલિગ્રામ સાથે પાર્ટનરશિપ કરી હતી. ક્રિપ્ટો ટોનકોઇનની વેલ્યુએશન તરત જ ઓછી થઈ ગઈ હતી. પાવેલ દુરોવની પેરિસમાં અરેસ્ટ બાદ ટોનકોઇન 20 ટકા નીચે જતો રહ્યો છે. આ કારણસર એની વેલ્યુએશન 22640 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે.