VIDEO: ડુંગળીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું; આવક ઘટતા છૂટક ભાવ ₹૮૦ પહોંચ્યા
સોર્સ : gstv
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અમદાવાદ એપીએમસીમાં જથ્થાબંધ ભાવ ૨૫ થી ૪૮ પ્રતિ કિલો નોંધાયા છે, જેના કારણે છૂટક બજારમાં ડુંગળી ૭૦ થી ૮૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વરસાદ અને ઓછી આવકના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતી ડુંગળીનો પુરવઠો મર્યાદિત બન્યો છે. એપીએમસીમાં દરરોજ આવતી ૬૦ ટ્રકની સરખામણીએ હાલ માત્ર ૪૦ ટ્રક જ આવી રહી છે, જેથી એક જ અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં ૩૦ટકા નો ઉછાળો જોવા મળ્યો છે. રસોડાના આ મુખ્ય વપરાશની વસ્તુ મોંઘી થતાં ગૃહિણીઓ પર આર્થિક બોજ વધ્યો છે.

