VIDEO: ભાડા વિધેયક મુદ્દે અમદાવાદની કોર્ટોમાં હોબાળો યથાવત્
સોર્સ : gstv
ગુજરાત ભાડા વિધેયક-2026ના મુદ્દે અમદાવાદની કોર્ટોમાં વકીલોનો વિરોધ યથાવત્ રહ્યો છે. હડતાળ પાછી ખેંચવાના નિર્ણય સામે વકીલોએ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યોજાયેલી બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સેશન્સ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સી અને સ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના પ્રમુખ જે.બી. પ્રજાપતિને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વકીલોએ સહી ઝુંબેશ ચલાવી આઈ.ડી. પઠાણ, વિનોદ દીક્ષિત અને કલ્પેશ પટેલને કાર્યકારી પ્રમુખ જાહેર કર્યા છે. જ્યારે સ્મોલ કોઝ કોર્ટમાં સી.એમ. વિરમગામીને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ છે. વકીલોએ 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

