VIDEO: અમદાવાદ રથયાત્રામાં ઐતિહાસિક સંયોગ સરસપુરમાં ૨૫ વર્ષ બાદ પુનઃ ભરાશે પરંપરાગત મામેરું
સોર્સ : gstv
અમદાવાદની જગન્નાથજી રથયાત્રામાં આ વર્ષે એક ઐતિહાસિક સંયોગ રચાઈ રહ્યો છે. પરંપરાગત યજમાનના મામેરાની સાથે, સરસપુરની ભાગા ભગતની પોળમાં આવેલા ૨૦૦ વર્ષ જૂના પ્રાચીન રણછોડરાય મંદિર દ્વારા પણ ભગવાનનું મોસાળું કરવામાં આવશે. આ જૂના મંદિર દ્વારા ૨૫ વર્ષના લાંબા અંતરાલ બાદ આ પરંપરા ફરી શરૂ થતી હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી ૧૧ અને ૧૨ જુલાઈના રોજ ભક્તો આ વિશેષ મામેરાના દર્શન કરી શકશે, જ્યારે ૧૬ જુલાઈ અષાઢી બીજના દિવસે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના સહયોગથી આ મામેરામાં ભગવાનને ખાસ શણગાર અને સામગ્રી અર્પણ કરાશે, જે રથયાત્રાના દિવસે સત્તાવાર મામેરા બાદ પ્રભુને ધરાવવામાં આવશે.

