સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના દાવાની રિવ્યૂ અરજી હાઈકોર્ટે ફગાવી, કહ્યું- 'કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નથી'

સોર્સ : gstv
ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના દાવા સંબંધિત રિવ્યૂ અરજીને ફગાવી દીધી છે. અગાઉ આ જ જાહેરહિત અરજીને બે લાખ રૂપિયાના દંડ સાથે નકારી કાઢવામાં આવી હતી. રિવ્યૂ અરજી દરમિયાન અરજદારે બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ તથા સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ તાનાજી વિશ્વાસ નાલવડેને દલીલો કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે હાઈકોર્ટે આ માંગ સ્વીકારી નહીં અને જણાવ્યું કે મૂળ અરજીમાં હાજર રહેલા વકીલ જ દલીલો કરી શકે.
મહારાષ્ટ્રના ડો. વિલાસ તુકારામ ખરાટે દાખલ કરેલી અરજીમાં ૨૦૧૭ના સર્વેના આધારે બૌદ્ધ ગુફાઓનો દાવો કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નથી અને તે માત્ર મીડિયા અહેવાલો પર આધારિત છે. અરજદાર હવે આ મામલે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.

