VIDEO: ગુજરાતમાં આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સોર્સ : gstv
ગુજરાતમાં આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે...ખાસ કરીને આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સોમવારે કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડી શકે છે.લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

