VIDEO: બોપલના સ્ટર્લિંગ સિટીમાં માત્ર એક કલાકના વરસાદમાં જળબંબાકાર, તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ
સોર્સ : gstv
અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટી (સેક્ટર A અને B) તથા શુભ બંગલો વિસ્તારમાં માત્ર એક કલાકના વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ઘરોમાં પાણી ઘૂસવાની નોબત આવી છે. ડ્રેનેજ કામગીરી દરમિયાન વરસાદી પાણીની ગટરોના ઢાંકણા બંધ કરી દેવાતાં આ સમસ્યા કાયમી બની ગઈ છે. થલતેજ અને બોડકદેવ વોર્ડની હદના વિવાદ વચ્ચે અધિકારીઓ તથા કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

