Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rains in Dholka flooded everywhere, causing great distress to people

VIDEO: ધોળકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ધોળકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે ધોધમાર વરસી રહેલા વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. ગધેમાર રોડ, ફુલેન સર્કલ, કલીકુંડ રોડ, મહંમદ સ્કૂલ રોડ, સરોડા રોડ, ખારા કુવા વિસ્તાર તેમજ પ્રાંત કચેરી રોડ સહિતની અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ભારે પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા જલદીથી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

App Store