VIDEO: મંદિરોમાં મહિલાઓની ભારે ભીડ: પરિવારના નિરોગી આરોગ્ય માટે કરી પ્રાર્થના
સોર્સ : gstv
શ્રાવણ માસના પવિત્ર તહેવારો વચ્ચે આજે ધોળકા અને બાવળા તાલુકામાં 'શીતળા સાતમ'ની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મહિલાઓ પરંપરાગત વસ્ત્રો સજીને પૂજાની થાળીઓ સાથે શીતળા માતાજીના મંદિરોએ પહોંચી હતી. શ્રદ્ધાળુઓએ માતાજીને કંકુ, અક્ષત અને વિશેષરૂપે ટાઢું ભોજન અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી તથા બાળકોના નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ધોળકાના વાઘેશ્વરી માતાના મંદિર સહિત ગ્રામ્ય વિસ્તારોના મંદિરો 'જય શીતળા મા'ના નાદથી ગુંજી ઊઠ્યા હતા. ઘરે-ઘરે ચૂલો સળગાવ્યા વગર ટાઢું ભોજન આરોગીને લોકોએ આ પ્રાચીન લોકપરંપરા અને સંસ્કૃતિને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી છે.

