VIDEO: ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમી વધશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
સોર્સ : gstv
ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે.ચોમાસું પૂરું થતાં જ રાજ્યમાં હવે ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં રાજ્યનું મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

