Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heatwave across the state including Ahmedabad; 1596 emergency cases registered, panic ensues

VIDEO/ Ahmedabad સહિત રાજ્યભરમાં ગરમીનો હાહાકાર; 1596 ઇમરજન્સી કેસ નોંધાતા હડકંપ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં મે મહિનાની કાળઝાળ ગરમીએ નાગરિકો અને વહીવટી તંત્રની ચિંતામાં મોટો વધારો કર્યો છે. અસહ્ય ગરમીના કારણે હીટસ્ટ્રોક અને અન્ય ગરમીજન્ય બીમારીઓના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, રાજ્યભરમાં ચાલુ મે મહિનામાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૯૬ ઇમરજન્સી કેસ નોંધાઈ ચૂક્યા છે. આ કુલ કેસોમાં ૧,૩૭૦ ભારે તાવના, ૭૯ ઝાડા-ઊલટીના, ૫ બેભાન થવાના અને ૧૮ પેટના અસહ્ય દુખાવાના કિસ્સાઓ સામેલ છે.

App Store

આ આંકડાઓમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત જોવા મળ્યો છે. અમદાવાદમાં ચાલુ મહિના દરમિયાન સૌથી વધુ ૩૨૯ ઇમરજન્સી કેસ અને ૩૦૧ ભારે તાવના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદમાં હીટસ્ટ્રોકના ૨૫ ગંભીર કેસ સાથે ડિહાઇડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) અને હીટ ક્રેમ્પ્સ જેવી શારીરિક સમસ્યાઓ પણ વકરી છે. વધતા જતા કેસોને પગલે તબીબી નિષ્ણાતોએ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવાની તેમજ શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થો પીવાની ખાસ સલાહ આપી છે.

ટોપિક્સ:ahmedabadAhmedabad newsgstv news