VIDEO: Ahmedabad / યુવકને ગેરકાયદે ગોંધી રાખી માર મારવાના કેસમાં કિર્તીદાન ગઢવી અને સાયબર સેલના અધિકારીઓને હાઈકોર્ટની નોટિસ
સોર્સ : GSTV
રાજ્યમાં વધુ એક લોકસાહિત્યકારને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. અમદાવાદના રહેવાસી જયેશ પરમારને સાયબર સેલમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી માર મારવાના ગંભીર આક્ષેપ મામલે ગુજરાત હાઈકોર્ટે પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી, સાયબર સેલના એસપી રાજદીપ ઝાલા અને પીઆઈ બી.એમ. ચૌધરીને નોટિસ ફટકારી છે. પીડિતનો આક્ષેપ છે કે પોલીસે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારના ઈશારે આ કૃત્ય આચર્યું હતું. આ મામલાને ગંભીરતાથી લેતા કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનના 20 અને 21 ફેબ્રુઆરી 2026ના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા માટે કડક હુકમ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જે બાદ પોલીસ અને અન્ય પક્ષકારોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે

