VIDEO: હાટકેશ્વર વિસ્તાર પાણીમાં ગરકાવ, વાહનચાલકો પરેશાન અને તંત્ર સામે આક્રોશ
સોર્સ : gstv
અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે હાટકેશ્વર વિસ્તારમાં ચારેકોર પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

