VIDEO: ગુજરાત કોંગ્રેસ દ્વારા પેપરલીક અને બેરોજગારી મુદ્દે ગાંધીનગરમાં હલ્લાબોલ
સોર્સ : gstv
ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્રના દિવસે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે તાજેતરમાં ચલો ગાંધીનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેપરલીક, બેરોજગારી, દારૂબંધી અને ખેડૂતોના સળગતા પ્રશ્નોને લઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. આ આંદોલનને સફળ બનાવવા માટે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચીને સરકારને ઘેરવાના પ્રયાસો કરશે અને લોકપ્રશ્નો વાચા આપશે.

