VIDEO: દુષ્કર્મ કેસના આરોપમાં સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ધરપકડ
સોર્સ : gstv
અમદાવાદના શાહીબાગ પોલીસે સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રાહુલ આહીરગામાની દુષ્કર્મ અને છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2023થી પરિચયમાં આવેલી મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા, લાખો રૂપિયા લીધા અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ મહિલાએ પ્લોટ અને સોનાનો હાર ગીરવે મૂકી આરોપીને અંદાજે રૂ.14.30 લાખ આપ્યા હતા, જ્યારે આરોપીએ ઓનલાઈન ગેમમાં મોટી રકમ ગુમાવ્યાની પણ કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. બંને માર્ચ 2026થી અમદાવાદમાં લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને મહિલા ગર્ભવતી બન્યા બાદ આરોપીએ લગ્ન કરવાની ના પાડી હતી. શાહીબાગ પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

