VIDEO: ગુજરાત યુનિ.: પીએમજેવીકે ગ્રાન્ટ વિવાદમાં પૂર્વ કુલપતિ સામે ગંભીર આરોપ
સોર્સ : gstv
ગુજરાત યુનિવર્સિટીમાં PMJVK ગ્રાન્ટના ખર્ચ મુદ્દે નાણાકીય અનિયમિતતાનો નવો વિવાદ સર્જાયો છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર પોતાની જ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિમણૂક કરી રૂ. 4.20 લાખનો વધારાનો પગાર લેવા, ગ્રાન્ટની રકમ અંગત બેંક ખાતામાં મેળવી વિદેશમાં પુત્રને ટ્રાન્સફર કરવા અને કન્સલ્ટન્ટ કંપનીને ચૂકવવાનો આક્ષેપ થયો છે. રૂ. 40 કરોડમાંથી રૂ. 25 કરોડથી વધુના અસ્પષ્ટ હિસાબ અંગે કેન્દ્ર સરકાર તપાસ કરે તેવી શક્યતા છે.

