Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University Recruitment Scam: Registrar Disappears Despite Probe Committee Notice, Suspicions Abound

VIDEO: ગુજરાત યુનિવર્સિટી ભરતી કૌભાંડ: તપાસ કમિટીની નોટિસ છતાં રજીસ્ટ્રાર ગાયબ, શંકાઓ ઘેરી બની

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત યુનિવર્સિટીના ચર્ચિત ભરતી કૌભાંડમાં હવે રજીસ્ટ્રાર પિયુષ પટેલની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કોન્ટ્રાક્ટ પદ્ધતિની ભરતીમાં વ્યાપક ગેરરીતિઓના કારણે યુનિવર્સિટીને અંદાજે રૂપિયા ૧૦ કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે….આ પ્રકરણની તપાસ કરી રહેલી કમિટી દ્વારા બે વખત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં રજીસ્ટ્રાર પૂછપરછ માટે હાજર રહ્યા નથી. વિશેષ બાબત એ છે કે ભરતી પ્રક્રિયાના દસ્તાવેજો પર રજીસ્ટ્રારની પણ સહી હોવાનું ખુલ્યું છે. તપાસથી દૂર રહેવાના કારણે શંકા વધુ ઘેરી બની છે, અને ગેરરીતિ સાબિત થતાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ તેમજ કડક કાર્યવાહી થવાની પૂરી સંભાવના છે.

App Store