Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat University Gets UGC Grade-II Status: Now Foreign and IIM Level Courses Can Be Studied at Normal Fees

VIDEO: ગુજરાત યુનિવર્સિટીને યુજીસી ગ્રેડ-૨ સ્ટેટ્સ મળ્યું: હવે વિદેશી અને આઈઆઈએમ સ્તરના કોર્સ સામાન્ય ફીમાં ભણી શકાશે

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત યુનિવર્સિટીને UGC તરફથી ગ્રેડ-2 સ્ટેટસ મળ્યું છે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી બની છે જેને આ મહત્વપૂર્ણ માન્યતા મળી છે. ઇનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે હવે યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ કોર્સ શરૂ કરી શકાશે. વિદેશોમાં ચાલતા તેમજ IIM અને IITમાં ઉપલબ્ધ કોર્સ પણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવાની યોજના છે. વિદ્યાર્થીઓને મોંઘી ફી ચૂકવીને બહાર કરવાના કોર્સ હવે સામાન્ય ફીમાં મળી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરના અધ્યાપકોને પણ ભણાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મેડિકલ મેનેજમેન્ટ અને હોસ્પિટલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે વિશેષ ધ્યાન અપાશે. વિદ્યાર્થીઓને ફી અંગે ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News