Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat tops the country! Fake Rs 500 notes in the state increase by 291% in 6 years!

દેશભરમાં ગુજરાત ટોપ પર! રાજ્યમાં 6 વર્ષમાં 500ની નકલી નોટોમાં 291% નો તોતિંગ વધારો!

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
દેશભરમાં ગુજરાત ટોપ પર! રાજ્યમાં 6 વર્ષમાં 500ની નકલી નોટોમાં 291% નો તોતિંગ વધારો!
સોર્સ : AI

Gujarat Epicenter of Fake Currency: મોડેલ સ્ટેટ ગુજરાત આજે  નકલી ચલણી નોટોનું એપી સેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે તેનું કારણ એ છે કે,  છેલ્લા દાયકા દરમિયાન ગુજરાતમાં અંદાજે 33 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેનું કુલ મુલ્ય રૂ.176.42 કરોડથી વધુ થાય છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે પરિણામે આર્થિક સુરક્ષા રામભરોસે રહી છે. 

App Store

નોટબંધીના દાવા પોકળ: ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર યથાવત

નોટબંધી લાગુ કરાઈ ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કર્યુ હતું કે, નકલી નોટોના કારોબાર પર રોક લાગશે.  સાથે સાથે કાલાધન પર રોક લાગશે. પણ ચિત્ર કઇંક ઉલટુ દેખાઇ રહ્યુ છે. નોટબંધી પછી પણ ગુજરાતમાં નકલી ચલણી નોટોનો મોટો કારોબાર ધમધમી રહ્યો છે. આ આખાય સુવ્યવસ્થિત નેટવર્કને તોડવામાં સરકાર-પોલીસની ઇચ્છા શક્તિનો અભાવ હોય તેમ પ્રસ્થાપિત થઇ રહ્યુ છે. 

નકલી ચલણના નેટવર્કને તોડવામાં તંત્રની નિષ્ફળતા

ખુદ કેન્દ્ર સરકારના આંકડા જ ગુજરાતની સબ સલામતની પોલ ખોલી રહ્યાં છે કેમકે, વર્ષ 2022માં આખા દેશમાંથી પડકાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. વર્ષ 2016માં નોટબંધી નકલી નોટો નાબૂદ કરવાનો નિષ્ફળ પ્રયોગ હતો પરંતુ તેનાથી વિપરીત ઉચ્ચ મુલ્યની રૂ.500 અને રૂ.2000ની નકલી ચલણી નોટોનું ચલણ વઘ્યુ હતું. 

10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો

છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં 32,73,141 જેટલી માતબર નકલી ચલણી નોટો ઝડપાઇ હતી જેની કિંમત રૂ.176 કરોડ થવા જાય છે. નોટબંધી પછી છેલ્લા 6 વર્ષમાં રૂ.500ની નકલી નોટોની સંખ્યામાં 291%નો વધારો થયો છે, તેમ છતાં સરકારે મૌન ધારણ કર્યું છે. ભાજપ સરકારની મક્કમ ઈચ્છા શક્તિનાં અભાવે ચાલતા આ 'નકલી નાણાના ખેલ'ને કારણે રાજ્યની આર્થિક સ્થિરતા જોખમાઈ રહી છે. 

ગુજરાતમાંથી પકડાયેલી નકલી નોટો 

વર્ષ નકલી નોટો (સંખ્યા) મૂલ્ય (કરોડમાં)
2016 39,725 2.37
2017 80,519 9.00
2018 28,855 1.23
2019 44,580 3.77
2020 20,360 0.88
2021 18,102 1.01
2022 30,64,000 150
2023 20,000 5.00
2024 12,000 2.00
2025 9,000 0.8
કુલ 32,73,141 176.42

ગુનાખોરી ડામવાની વાતો માત્ર 'ડીંગો' હોવાનો આક્ષેપ.

ચિંતાજનક બાબત તો એ છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે તેમ છતાંય ગૃહવિભાગ ગુનાખોરી ડામવાની ડીંગો હાંકી રહ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ માંગ કરી કે, માત્ર આંકડા બતાવીને સંતોષ માનવાને બદલે સીમા નિગરાની વધુ કડક બનાવવામાં આવે. આ ઉપરાંત નકલી નોટો પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે જેથી સંગઠિત ગુનાખોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.