VIDEO: ગુજરાત કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરવાનો ગંભીર આરોપ, NSUI દ્વારા કરાયો વિરોધ
સોર્સ : gstv
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગુજરાત કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજના કોન્ટ્રાક્ટ બેઝ પ્રોફેસર પર વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ મુજબ પ્રોફેસરે અલગ-અલગ લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. આ મામલે NSUI દ્વારા કોલેજમાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થી નેતા ભરત પ્રજ્ઞેશ હનુભા સહિત કેટલાક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. અંદાજે સાત લાખ રૂપિયાની ઠગાઈ કરી પ્રોફેસર ફરાર થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. NSUIએ પોલીસ ફરિયાદની માંગ કરી છે અને કોલેજ સત્તાધીશો પાસે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. મામલાની તપાસની માંગ ઉઠી છે.

