VIDEO: જગન્નાથ મંદિર ખાતે રામનવમી નિમિત્તે અખંડ રામાયણ પાઠની ભવ્ય પૂર્ણાહુતિ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોર્સ : gstv
અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રામનવમી નિમિત્તે અખંડ રામાયણ પાઠની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે. બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે યોજાયેલી મહાઆરતીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાને લઈને નીતિન પટેલે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 145 કરોડ દેશવાસીઓને મોટી રાહતરૂપ ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા ઈંધણના ભાવમાં રાહત મળશે અને મોંઘવારીનો બોજ ઓછો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

