Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gang caught stealing cable from Ahmedabad rural area

VIDEO: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. UGVCLના વીજ થાંભલા પરથી ૧૧ kv લાઇનના વાયર ચોરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે ૬ આરોપીઓની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવો વધી રહ્યા હતા. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ 6 લોકોની પૂછપરછ કરાતાં તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કામગીરીથી કોઠ અને ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ૩ ભેદ ઉકેલાઈ ગયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧ હજાર ૮૦ મીટર એલ્યુમિનિયમ વાયર, બોલેરો પીકઅપ, મારુતિ કૅરી, ૭ મોબાઇલ, રોકડ રકમ અને વાયર કટર સહિત કુલ  ૬ લાખ ૫૦થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store