VIDEO: વડાપ્રધાનના જન્મદિવસે ૭૬ મહિલાઓને સીતાવન ગીર ગૌશાળા દ્વારા નિઃશુલ્ક ગૌદાન
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જામનાદાસ પટેલ અને પરિવાર સંચાલિત સીતાવન ગીર ગૌશાળા દ્વારા ગૌસેવા સાથે આજીવિકા સર્જનનો વિશેષ સંકલ્પ લેવાયો છે. ગૌશાળાના સંકલનકર્તા વૈભવભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક દાન કરાશે. પશુપાલનની સંભાળ ક્ષમતા અને આર્થિક સ્થિતિ ચકાસીને પસંદ થયેલા આદિવાસી, બીપીએલ તથા નબળા પરિવારો માટે પશુચિકિત્સકીય તપાસ, રસીકરણ અને સ્વાસ્થ્ય પ્રમાણપત્ર સાથેની ગાયો સન્માનપૂર્વક ઘર સુધી પહોંચાડવામાં આવશે. સાથોસાથ પશુ આહાર, મિનરલ મિશ્રણ અને ભવિષ્યમાં પણ પશુચિકિત્સકીય સહાય તથા માર્ગદર્શન સતત મળતું રહેશે.

