VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે આક્ષેપો કરી જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં તેને “બુટલેગર જનતા પાર્ટી” ગણાવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિત 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. સોનલ પટેલે લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી છે.

