Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fear of mosquito-borne epidemic, checking in 632 units

VIDEO: મચ્છરજન્ય રોગચાળાની ભીતિ, 632 એકમોમાં ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ વચ્ચે AMC આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને શહેરના વિવિધ ઝોનમાં બાંધકામ સાઇટ, સ્કૂલ કેમ્પસ, હોસ્પિટલ તેમજ કોમર્શિયલ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું છે. વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની ટીમોએ કુલ 632 એકમોની તપાસ કરતાં 122 એકમોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા, જ્યારે 171 એકમોને નોટિસ ફટકારી કુલ રૂ.4.74 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા દેવાંશી આર્કેડમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવતા તેને સીલ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદની 6 શાળાઓની કેન્ટિનમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની કેન્ટિનમાં ગંદકી અને કેટલીક એક્સપાયર થયેલી વસ્તુઓ મળી આવતા કેન્ટિન સીલ કરવામાં આવી છે, જ્યારે અન્ય શાળાઓમાંથી પણ ખાદ્યસામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

App Store