Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Farmer leader Pintu Koli arrested in Sanand's Daran village

VIDEO: સાણંદના ડરણ ગામે આંદોલનના આગેવાન પીન્ટુ કોળીની ધરપકડ, કોળી પટેલ સમાજમાં ભારે રોષની લાગણી

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિરમગામના કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન પીન્ટુ કોળીની મોડી રાત્રે ધરપકડ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. પીન્ટુ કોળીની ધરપકડના સમાચાર સામે આવતા ખેડૂતો તેમજ કોળી પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીન્ટુ કોળી દ્વારા ઉગ્ર આંદોલન કરાયું હતું

App Store

મળતી માહિતી મુજબ, સાણંદના ડરણ ગામે પાઇપલાઇન નાખવાના મુદ્દે તેમજ ધોળકાના પાંચ ગામોમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યાને લઈને પીન્ટુ કોળી અને શૈલેષ મેર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલી પણ યોજાઈ હતી. રેલી દરમિયાન ખેડૂતોએ ભાજપને મત નહીં આપવાના શપથ લેતાં મામલો રાજકીય રીતે વધુ ચર્ચામાં આવ્યો હતો.

 કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત 

દરમિયાન, ધોળકામાં યોજાયેલી આંદોલન બેઠક દરમિયાન અનુસૂચિત જાતિ સમાજ અંગે અભદ્ર ટિપ્પણી અને ભેદભાવના આક્ષેપને લઈને ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધોળકા ટાઉન પોલીસ મથકમાં પીન્ટુ કોળી અને શૈલેષ મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પીન્ટુ કોળીની ધરપકડ કરી છે. આજે તેમને ધોળકા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાથી કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ, પીન્ટુ કોળીના સમર્થનમાં મોટી સંખ્યામાં કોળી પટેલ સમાજના લોકો એકઠા થયા છે. ધરપકડના પગલે આગામી સમયમાં આ મુદ્દે વધુ રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે.