VIDEO: સાણંદના ડરણ ગામે રસ્તાની માથાકૂટમાં લોહિયાળ ધીંગાણું
સોર્સ : gstv
અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના ડરણ ગામે એક જ કોમ અને એક જ કુટુંબના ભાઈઓ વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રસ્તાની માથાકૂટને લઈને બંને પક્ષ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં ધારિયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે લોહી લુહાણ દૃશ્યો સર્જાયા હતા. સાથે ઉભેલા લોકો પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાર લોકોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

