VIDEO: અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદમાં પણ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. કુબેરનગર વિસ્તારમાં નિકોલ પોલીસ અને SMCએ એક મકાનમાં કાર્યવાહી કરી હતી, જ્યાં સસ્તા દારૂમાં મિલાવટ કરી મોંઘા દારૂ તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે દિનેશ જંડાવાલાના ઘરમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની સામગ્રી, ચાર પ્લાસ્ટિક અને ધાતુની પ્રવાહી ભરેલી બોટલો તેમજ ચાર ઢાંકણાં કબજે કર્યા છે. આ કેસમાં નિકોલના સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલાની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે બોટલ પર લગાવવામાં આવતા સ્ટીકર, લેબલ અને ખાલી બોટલો અંગે પણ તપાસ શરૂ કરી છે.

