VIDEO: અમદાવાદમાં તંત્રની બેદરકારીથી દર વર્ષે થતા જળભરાવથી વેપારીઓ આર્થિક પાયમાલીના આરે!
સોર્સ : gstv
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રની ભારે બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન દુકાનો અને બજારોમાં પાણી ભરાઈ જવાને કારણે લાખો રૂપિયાના માલસામાનને વ્યાપક નુકસાન પહોંચે છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વખતે પાણી ઉતર્યા બાદ વેપારીઓને થયેલા આ મોટા નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતાને કારણે વેપારીઓ આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.

