VIDEO: નિકોલમાં કારચાલકનો આતંક, પાર્ક કરેલી ગાડીઓને ટક્કર મારી ફરાર થયો
સોર્સ : gstv
અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે કારચાલક નબીરાએ ભારે અફરાતફરી સર્જી હતી. માધવ બંગ્લોઝ પાસે રાત્રે આશરે 3 વાગ્યે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે સોસાયટી બહાર પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાર્ક કરેલી અનેક ગાડીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. કેટલીક ગાડીઓના દરવાજા અને પાછળના ભાગમાં મોટો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની પૂરપાટ ઝડપ અને અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

