VIDEO: અમદાવાદના પાલડી વોર્ડમાં ડ્રેનેજ લાઈન લીકેજ થતા પડ્યો મોટો ભૂવો
સોર્સ : gstv
અમદાવાદના પાલડી વોર્ડમાં સોનિયા અને આલોક ફ્લેટ પાસે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ખરાબ થવાને કારણે અચાનક મોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ડ્રેનેજ પાઈપલાઈન બદલવાની કામગીરી દરમિયાન રોડ બેસી જવાથી વાહનચાલકો માટે ગંભીર જાનહાનીનું જોખમ ઊભું થયું હતું. ઘટનાની ગંભીરતા સમજીને પાલડી વોર્ડના કોર્પોરેટર ક્રિમી ગાંધી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પશ્ચિમ ઝોનના ઉચ્ચ અધિકારીઓને બોલાવીને નાગરિકોની સુરક્ષા ખાતર તાત્કાલિક ધોરણે રોડ બ્લોક કરાવ્યો હતો. કોર્પોરેટરની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ભૂવો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

