Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Demand to cancel AMC Junior Clerk exam

AMC જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ, એક્ઝામિનેશન કમિટીએ આપ્યો આ જવાબ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2024
લાઇવ ટીવીGoogle News
AMC જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ, એક્ઝામિનેશન કમિટીએ આપ્યો આ જવાબ

અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં મોટા ભાગના સેન્ટરો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સમાપ્ત થઈ હતી. જોકે,  સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક શાળામાં AMC જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો થયો હતો. પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી OMR સીટ અને બેઠક ક્રમાંકમાં ફેરફાર હોવાના કારણે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાર્થી પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ AMCએ આ દાવાને નકારી દીધો છે.

App Store

પેપર ફૂટ્યું હોવાના દાવા બાદ યુવરાજસિંહે પણ ટ્વીટ કર્યું

આ મામલે પરીક્ષાર્થીએ આક્ષેપ કરતા જણાવ્યુ કેસ પરીક્ષા પહેલા પરીક્ષાર્થીઓને ચેકિંગ કરવામાં નથી આવ્યા. જ્યારે ક્લાસરૂમમા ગયા ત્યારે કોઈ હાજરી પણ નહોતી લીધી. જે બાદ પોણા એક વાગ્યે ઓએમઆર શીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર જોવા મળ્યો. જ્યારે હોબાળો કરીને નીચે આવ્યા ત્યારે 8 નંબરની રૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરી રહ્યા હતા. પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ટ્વીટ કર્યું હતું અને સરખેજના કેન્દ્ર પર પહોંચી ગયા હતા. પરીક્ષાર્થીઓ સહિત યુવરાજસિંહે પરીક્ષા રદ કરવાના માગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું!, સરખેજની પ્રાથમિક શાળામાં ઉમેદવારોનો હોબાળો

અમદાવાદના સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક શાળાના કેન્દ્ર પર આજે લેવાયેલી પરીક્ષામાં હોબાળો મચ્યો હતો. તેના પર ગુજરાત યુનિવર્સિટી મોટું નિવેદન આપ્યું છે. GUPECના OSD ડૉ. ધર્મેન્દ્ર ચાવડાએ 312 કેન્દ્રો પર સરળતાથી પરીક્ષા લેવાઇ છે કોઇપણ વિસંગતતા જોવા મળી નથી. જેથી આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય અને  પુનઃ નહીં લેવાય.   313 માંથી ફક્ત એક સેન્ટર ઉપર આ પ્રકારની ઘટના બનતા અન્ય લોકોને અન્યાય કરવો અયોગ્ય છે. 
તા. 

712 જગ્યાઓ માટે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી. 712 જગ્યાઓ ભરવા માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી. 15 માર્ચનાં રોજ ફોર્મ ભરવામાં આવ્યા હતા. 712 જગ્યાઓ માટે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા.