VIDEO: અમદાવાદના રામોલમાં યુવતી પર તલવારથી જીવલેણ હુમલો: મહિલાઓની સુરક્ષા પર સવાલો
સોર્સ : gstv
અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર યુવતી પર તલવારથી ભયાનક જીવલેણ હુમલો કર્યો છે, જેના CCTV પણ સામે આવ્યા છે. મોડેલિંગ એકેડમી ચલાવતા આરોપી કિશુ ચાવલાએ સાગર નારાયણ અને અન્ય યુવક પાસે આ હુમલો કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. પીડિતાના મોઢાના ભાગે તલવાર વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી છે. આરોપી પર યુવતી પાસેથી ૨૫ લાખ રૂપિયા પડાવવાનો અને અરજી પાછી ન ખેંચતાં તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, આરોપી અનેક યુવતીઓનું આર્થિક અને શારીરિક શોષણ કરતો હોવાની પણ ચર્ચા છે. નવરાત્રિ પૂર્વે બનેલી આ ઘટનાએ શહેરમાં મહિલા સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

