Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dashrath Meena, a spa employee in Ahmedabad's Naroda, was killed, thrown from the fourth floor by five men in competition and enmity.

VIDEO: અમદાવાદના નરોડામાં સ્પાના કર્મચારી દશરથ મીણાની હત્યા, સ્પર્ધા અને અદાવતમાં પાંચ શખ્સોએ ચોથા માળેથી નીચે ફેંકી દીધો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નાના ચિલોડા-દહેગામ રોડ પર આવેલ ક્રિષા સ્પામાં નોકરી કરતા દશરથ મીણાની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગતરોજ ઓઢવ પોલીસે એવન લોટસ સ્પામાં દરોડા પાડ્યા હતા, જેના કારણે ક્રિષા સ્પાના માલિક જનક શુક્લાએ એવન લોટસ સ્પાના સંચાલક વિરલ રાઠોડને ફોન કરીને પોતાના સ્પાના કામદારોને લઈ જવા અંગે ઠપકો આપ્યો હતો અને "આમ રેડ પડતી રહેશે" તેમ કહ્યું હતું. આ વાતથી ઓઢવના સ્પા સંચાલક વિરલ રાઠોડને શંકા ગઈ કે ક્રિષા સ્પાના માલિકે જ તેના ત્યાં પોલીસ રેડ કરાવી છે. આ અદાવતના કારણે રાત્રે 8 વાગ્યે વિરલ રાઠોડ ક્રિષા સ્પા પર આવીને ઝઘડો કરીને ગયો હતો, અને ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યાના સુમારે 5 અજાણ્યા શખ્સોએ સ્પામાં ઘૂસી આવીને દશરથ મીણાને બેરહેમ માર માર્યો હતો અને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મારામારી અને હત્યાની ઘટના સ્પામાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. નરોડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમોને કામે લગાડી છે.

App Store