VIDEO: અમદાવાદના વસ્ત્રાપુરમાં કાશી વિશ્વનાથ થીમ પર તૈયાર કરાયા ભવ્ય ગણેશ મહોત્સવના દર્શન
સોર્સ : gstv
અમદાવાદમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં ‘વસ્ત્રાપુર કા રાજા’ના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સરદાર પટેલ સેવાદળ દ્વારા આ વર્ષે વિશેષ કાશી વિશ્વનાથ મંદિર અને તેના પવિત્ર ઘાટની થીમ પર ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દોઢ મહિનાની અથાક મહેનત બાદ થર્મોકોલ, રૂ, લાકડું અને પ્લાયવુડનો ઉપયોગ કરીને એવું ડેકોરેશન કરાયું છે કે દર્શનાર્થીઓને સાક્ષાત કાશી પહોંચી ગયાનો અહેસાસ થાય છે. છેલ્લા 41 વર્ષથી સફળ આયોજન કરતું સેવાદળના 100 સભ્યોનું જૂથ આ ઉત્સવને દર વર્ષે યાદગાર બનાવે છે.

